નવી દિલ્હી: કલમ 370 (Article 370) અને રામ મંદિર (Ram Temple) ના પક્ષમાં ચુકાદો આવ્યો બાદથી ભારતમાં વિદેશી પર્યટકોની સંખ્યા વધી ગઈ છે. વર્ષ 2018ની સરખામણીમાં નવેમ્બરમાં 7.8 ટકા પર્યટકોનો વધારો નોંધાયો છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરના પક્ષમાં ચુકાદો આવ્યાં બાદ નવેમ્બર 2019માં 10 લાખ 91 હજાર વિદેશી પર્યટકો ભારત આવ્યાં. 2018ની સરખામણીમાં નવેમ્બરમાં 7.8 ટકા પર્યટકો વધ્યાં. ઓગસ્ટમાં કલમ 370 જમ્મુ અને કાશ્મીરમાંથી હટ્યા બાદ ભારતમાં 7 લાખ 98 હજાર વિદેશી પર્યટકો ભારતમાં આવ્યાં અને તે જોતા 1.6 ટકાનો વધારો થયો. 


આ બાજુ વર્ષ 2019માં ભારતના પર્યટન ક્ષેત્રમાં 43 ટકાનો વધારો થયો છે. આ સાથે જ ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન કાયદો આવ્યાં બાદ ભારત વિદેશી પર્યટકોની પહેલી પંસદ બની ગયું છે. ડિસેમ્બર 2019માં 12 લાખ 25 હજાર વિદેશી પર્યટકો ભારત આવ્યાં જે 2.9 ટકાનો વધારો સૂચવે છે. 


18.14 બિલિયન ડોલરનો ફાયદો
2019માં ભારતને વિદેશી મુદ્રાથી 1 લાખ 28 હજાર કરોડ રૂપિયાની આવક થઈ. એટલે કે લગભગ 18.14 બિલિયન ડોલરનો ફાયદો થયો. 


ભારત આવવામાં મળી ઈ વિઝાની મદદ
ઈ વિઝા એટલે કે Visa on Arrival વાળા પર્યટકોની સંખ્યામાં વધારો. 2018માં 2 લાખ 61 હજાર 956 પર્યટકો ઈ વિઝાથી ભારત આવ્યાં હતાં. જ્યારે 2019માં 3 લાખ 75 હજાર 484 વિદેશી પર્યટકો વિઝા ઓન અરાઈવલથી ભારત આવ્યાં. 


PM મોદી સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર
કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે કલમ 370, સીએએ આ બધા છતાં દેશમાં વિદેશી પર્યટકોની સંખ્યા વધી છે. ભારતમાં લોકો સુરક્ષિત છે. આ આંકડા તે લોકોએ જરૂર જોવા જોઈએ જે લોકો ભારતમાં અસુરક્ષાની વાતો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પર્યટનના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહાબલીપુરમ યાત્રા બાદ ત્યાં આવનારા પર્યટકોમાં 33 ટકાનો વધારો થયો છે. 


#2018 અને 2019 માં વિદેશી પર્યટકોની વધતી સંખ્યાના આંકડા:


1. જૂન- 2018 - (6,83,935 વિદેશી પર્યટકો),
2019 - (7,21,016 વિદેશી પર્યટકો)
5.4% નો વધારો


2.જુલાઈ- 2018 - (8,06,493વિદેશી પર્યટકો)
2019 - (8,17,455 વિદેશી પર્યટકો)
1.4 ટકાનો વધારો


3. ઓગસ્ટ- 2018 - (7,85,993વિદેશી પર્યટકો)
2019 - (7,98,587વિદેશી પર્યટકો)
1.6%નો વધારો


4. સપ્ટેમ્બર- 2018 - (7,19,894 વિદેશી પર્યટકો)
2019 - (7,50,514 વિદેશી પર્યટકો)
4.3%નો વધારો


5. ઓક્ટોબર- 2018 - (8,90,223 વિદેશી પર્યટકો)
2019 - (9,44,233 વિદેશી પર્યટકો)
6.1% નો વધારો


6. નવેમ્બર- 2018 - (10,12,569 વિદેશી પર્યટકો)
2019 - (10,91,946 વિદેશી પર્યટકો)
7.8 ટકાનો વધારો


7. ડિસેમ્બર- 2018 - (11,91,498 વિદેશી પર્યટકો)
2019 - (12,25,672 વિદેશી પર્યટકો)
2.9% નો વધારો 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...